હું Google ટોનનો ઉપયોગ કેવી રીતે કરું?
Google ટોનનો ઉપયોગ કરીને URL બ્રોડકાસ્ટ કરવા માટે:
- તમારા Google એકાઉન્ટમાં લોગ ઇન કરો.
- તમે બ્રોડકાસ્ટ કરવ માગો છો તે વેબ પૃષ્ઠ પર હોવ ત્યારે તમારા Chrome બ્રાઉઝરમાં Google ટોન આયકન પર ક્લિક કરો.
Google ટોન શા માટે?
Google ટોન આપણા જેવો સંચાર કરવામાં કમ્પ્યુટર્સની સહાય કરે છે—એક બીજાની જોડે વાત કરીને. તે એક બ્રાઉઝર એક્સટેન્શન છે જે URL ઓળખવા, Chrome ને અન્ય કમ્પ્યુટર્સના માઇક્રોફોન માટે તમારા કમ્પ્યુટરના સ્પીકર્સનો ઉપયોગ કરીને વિશિષ્ટ ધ્વનિ સિગ્નેચર ઉત્પન્ન કરવા દે છે.
Google ટોન કેવી રીતે કાર્ય કરે છે?
Google ટોન તમારા કમ્પ્યુટરના માઇક્રોફોનને ચાલુ કરે છે (જ્યારે એક્સટેન્શન ચાલુ હોય તે સમયે). Google ટોન, Google ના સર્વર્સ પર અસ્થાયી રૂપે URL સંગ્રહિત કરે છે અને ઇન્ટરનેટથી કનેક્ટ થયેલ નજીકના કમ્પ્યુટર્સ પર તેને મોકલવા માટે તમારા કમ્પ્યુટરના સ્પીકર્સ અને માઇક્રોફોનનો ઉપયોગ કરે છે. અવાજ સંભળાય તેટલા અંતરમાંનું કોઈપણ કમ્પ્યુટર કે જેની પર Google ટોન એક્સ્ટેન્શન પણ ઇન્સ્ટોલ કરેલ અને ચાલુ છે તે Google ટોન સૂચના પ્રાપ્ત કરી શકે છે. સૂચના તમારા Google પ્રોફાઇલ નામ અને ચિત્ર સહિત URL પ્રદર્શિત કરશે.
Google ટોન સાથે URL પ્રાપ્ત કરવા માટે, Chrome ને તમારા માઇક્રોફોનને ચાલુ રાખવાની જરૂર છે. Google ટોન નબળા ઇન્ટરનેટ કનેક્શન સાથેની, દૂરના અંતરની, ઘોંઘાટવાળી જગ્યાઓ પર અથવા માઇક્રોફોન વગરના અથવા Google ટોન દ્વારા બ્રોડકાસ્ટ કરાતી ધ્વનિને શોધવામાં અસમર્થ હોય તેવા માઇક્રોફોન સાથેના કમ્પ્યુટર્સ પર કાર્ય કરી શકતું નથી.
Google ટોન મારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?
Google ટોન, Google ની ગોપનીયતા નીતિ મુજબ અનામ ઉપયોગ ડેટા ભેગો કરે છે.
હું તેને કેવી રીતે ચાલુ અને બંધ કરું?
Google ટોન ને (માઇક્રોફોન સહિત) ચાલુ અને બંધ કરવા માટે, Chrome એક્સટેન્શન સેટિંગ્સ પર જાઓ.
શું તે સુરક્ષિત છે?
Google ટોન ફક્ત URL નું પ્રસારણ કરે છે, તેથી પ્રાપ્તકર્તાઓને સામાન્ય રીતે જે પૃષ્ઠની ઍક્સેસ હશે નહીં તેની ઍક્સેસ તેઓ આપમેળે મેળવી શકશે નહીં. જો તમે તમારા Gmail inbox URL નું પ્રસારણ કરો છો, ઉદાહરણ તરીકે, Google ટોન સૂચના પર ક્લિક કરનારા પ્રાપ્તકર્તાને તેમના Gmail માં લોગ ઇન કરવા માટે સંકેત કરવામાં આવશે. જો કે, Google ટોન પ્રસારણો હેતુસર સાર્વજનિક છે, તેથી ગોપનીય માહિતીના વિનિમય માટે તેમનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ નથી.